Stocks for 2023: આગામી મહિનાઓમાં 50થી 70 ટકા સુધી કમાણી માટે આ સ્ટોક્સ પર દાવ લગાવો
વર્ષ 2022 સમાપ્ત થવાની તૈયારીમાં છે અને હવે રોકાણકારો આગામી વર્ષને ધ્યાનમાં રાખીને શેર ખરીદી શકે છે. જુદા જુદા બ્રોકરેજિસે શેરોનો અભ્યાસ કરીને 2023માં ખરીદવા જેવા કેટલાક શેરોની યાદી આપી છે. આ સ્ટોક્સમાં તમે 50થી 70 ટકા સુધી રિટર્ન મેળવી શકો છે. આ લિસ્ટમાં આઈટી, ડેરી, ફાઈનાન્શિયલ સર્વિસિસ, ઈલેક્ટ્રિકલ એપ્લાયન્સિસ વગેરે બનાવતી કંપનીઓ સામેલ છે.
1. L AND T : આ લિસ્ટમાં લાર્સન એન્ડ ટુબ્રો માઈન્ડટ્રી (LTIMindtree)નો શેર સામેલ છે જેના માટે 4920 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યો છે. આ સ્ટોક હાલના સ્તરેથી લગભગ 12 ટકા વધી શકે છે.
2. PARAG MILK FOODS : આ ઉપરાંત પરાગ મિલ્ક ફૂડ ફૂડ્સ (Parag Milk Foods)નો શેર ખરીદવા માટે પણ સલાહ આપવામાં આવે છે. આ શેર અત્યારના સ્તરેથી 72 ટકા સુધી વધીને રૂ. 175 સુધી પહોંચી શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ડેરી અને એફએમસીજી સેક્ટરની તુલનામાં પરાગ મિલ્ક ફૂડ્સનો દેખાવ નબળો હતો, પરંતુ હવે તમામ ટેકનિકલ આંકડા દર્શાવે છે કે આ સ્ટોકમાં તેજી આવશે. પરાગ મિલ્ક ફૂડ્સ માટે સૌથી ખરાબ સમય વીતી ગયો છે.
3.ક્રોમ્પટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ (Crompton Greaves Consumer Electricals): આ શેર માટે પણ બાય રેટિંગ આપવામાં આવે છે. આ શેર માટે ટાર્ગેટ ભાવ રૂ. 485 છે. હાલના સ્તરેથી આ શેરમાં 40 ટકા ઉછાળો આવી શકે છે. આ કંપની કોર કેટેગરીમાં લિડરશિપ પોઝિશન ધરાવે છે અને તેની બ્રાન્ડ રિકોલ બહુ સારી છે.
4.Sterling and Wilson Renewable Energy: આગામી મહિનાઓમાં 70 ટકા સુધી વધી શકે તેઓ એક શેર સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી (Sterling and Wilson Renewable Energy) છે. આ શેરમાં બે વર્ષ સુધી ડાઉનટર્ન રહ્યા પછી તેમાં વી-શેપમાં રિકવરી આવી શકે છે. આ શેરમાં લાંબા ગાળે સારી કમાણી થવાની શક્યતા છે.
5 .CRYSIL : આ સ્ટોકમમાં આગામી છથી આઠ મહિનામાં 62 ટકા નફો થવાની શક્યતા છે. આ કંપની ક્વાર્ટ્ઝ સિન્કનું ઉત્પાદન કરે છે. તે સ્ટીલ સિન્ક અને કિચન એપ્લાયન્સ સેગમેન્ટમાં પણ કામગીરી કરે છે. આ શેર વધીને રૂ. 784 સુધી જાય તેવી શક્યતા છે. બજારમાં અત્યારે વોલેટિલિટીનો માહોલ છે અને ક્વોલિટી શેરો માટે આગામી વર્ષમાં સારી કમાણીની તક છે. બીએસઈ સેન્સેક્સ આજે 216 પોઈન્ટ ઘટીને 60,850 પર ચાલે છે.

Comments
Post a Comment