રુપિયાની પાઠશાળાઃ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તો કરી દીધું પણ NAV શું છે તે ભાગ્યે જ ખબર હશે?
NAV તમને ફાયદા અને ગેરફાયદા (Advantages & Disadvantages of NAV) બંને આપે છે. એનએવી એટલે નેટ એસેટ વેલ્યુ (Net Asset Value). આ તે કિંમત છે, જેના પર તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ (Mutual Fund Scheme)નું યુનિટ ખરીદો છો. ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડની કોઈ સ્કીમમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. તેની NAV 100 રૂપિયા છે. પછી તમને 100 યુનિટ મળશે. હવે સવાલ એ ઉભો થાય છે કે કેવી રીતે મળશે? ફંડમાં 10,000 રૂપિયાનું રોકાણ છે, એક યુનિટ 100 રૂપિયા છે. એટલે કે 10,000/100=100. જ્યારે તમે યોજનામાં રોકાણ કરો છો, ત્યારે તમને આ યુનિટ મળે છે. જો તમે ફંડમાંથી પૈસા ઉપાડશો તો આ યુનિટ્સની કિંમત ચકાસવામાં આવશે. ધારો કે એક યુનિટ 200 રૂપિયા થઈ જાય તો તમને રોકાણ પર 10 હજાર રૂપિયાનો નફો મળશે. જોકે, તમારી રકમ બમણી થઈ જશે.
પૈસા ઉપાડતી સમયે આ રીતે આવે છે કામ
જ્યારે તમે સ્કીમમાંથી પૈસા ઉપાડો છો, તો એક્ઝિટ લોડ પણ લાગતો હોય છે. આ એક પ્રકારની ફી છે, જે વધેલી એનએવી પર લેવામાં આવે છે. આ રીતે એનએવી એ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની એસેટનું મૂલ્ય છે, જે યુનિટ દીઠ જવાબદારી ઘટાડીને બાદ કરવામાં આવે છે. નેટ એસેટ વેલ્યુ (એનએવી) એ કોઈપણ મ્યુચ્યુઅલ ફંડના શેર દીઠ બજાર મૂલ્ય છે, જેની ગણતરી કુલ સંપત્તિમાંથી એસેટ વેલ્યુની બાદબાકી કરીને અને તેને શેરની સંખ્યા દ્વારા વિભાજિત કરીને કરવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો એનએવી (NAV) પ્લાન પર આધારિત સિક્યોરિટીઝનું બજાર મૂલ્ય હોય છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારો પાસેથી ઉઘરાવેલા નાણાં શેરબજારમાં રોકવામાં આવે છે, જ્યાં માર્કેટ વેલ્યૂમાં દરરોજ ફેરફાર થાય છે, તેથી કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની એનએવી પણ રોજે રોજ બદલાતી રહે છે. તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ એનએવી સેબી મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશન્સ મુજબ માર્કેટ બંધ થયા બાદ ટ્રેડિંગ ડેના અંતે જાહેર કરવામાં આવે છે.
રોકાણ કરવામાં બને છે મદદરૂપ
જેમ જેમ ભંડોળ વધે છે, તેમ તેમ તેની સંપત્તિ પણ વધે છે. આ નિયમ મુજબ જેની સંપત્તિ વધારે હશે, તે મ્યુચ્યુઅલ ફંડની એનએવી એટલી વધારે હશે. મ્યુચ્યુઅલ ફંડમાં શેરહોલ્ડરો વચ્ચે વ્યાજ અને શેરનો વેપાર થતો નથી. તેથી એનએવી 'કયું પરત લેવું', 'ચાલું રાખવું' અને 'કોઇ નવા' મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં મદદ કરે છે.
NAV ફોર્મ્યુલા
નેટ એસેટ વેલ્યુ = (કુલ એસેટ્સ – લાયબિલિટીઝ વેલ્યૂ / શેરની સંખ્યા)
કોઇ ફંડ્સના પર્ફોમન્સમાં NAVની ભૂમિકા
અમુક રોકાણકારોને લાગે છે કે, NFO સસ્તા છે કારણ કે તેમને 10 રૂપિયાના એનએવી પર જાહેર કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, એક ન્યુ ફંડ ઓફર (NFO) એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ નવી સ્કિમ માટે પહેલી વખતની સબ્સ્ક્રિપ્શન ઓફર છે. એનએફઓ દ્વારા શેર સરકારી બોન્ડ જેવી વસ્તુઓમાં રોકી શકાય છે, જેને લોકો પાસેથી મૂડી એકત્રિત કરવા બજારમાં એક નવા ફંડ સ્વરૂપે શરૂ કરવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું NAV સિક્યોરિટીઝના મૂલ્ય અને લોન્ચ થયા બાદ પ્રાપ્ત થયેલ કુલ નફામાંથી કાઢવામાં આવે છે, બે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાં સિક્યોરિટીઝનો એક જ પોર્ટફોલિયો હોઇ શકે છે. આમ છતા એકને સમમૂલ્ય (10 રૂપિયાનું એનએવી) પર જાહેર કરી શકાય છે, જ્યારે બીજી સિક્યોરીટીનું એનએવી 100 રૂપિયાથી વધુ હોઇ શકે છે. બંને સ્કિમ્સના એનએવીમાં તફાવત હોવા છતાં, બંનેની વેલ્યૂ સમાન હોઇ શકે છે, આથી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની એનએવી તેની કામગીરીનો યોગ્ય સંકેત નથી. રોકાણ કરતા પહેલાં રોકાણકારે હંમેશા સ્કીમની જૂની કામગીરીને યોગ્ય રીતે જાણી લેવી જોઇએ.

Comments
Post a Comment