Stocks for 2023: આગામી મહિનાઓમાં 50થી 70 ટકા સુધી કમાણી માટે આ સ્ટોક્સ પર દાવ લગાવો
વર્ષ 2022 સમાપ્ત થવાની તૈયારીમાં છે અને હવે રોકાણકારો આગામી વર્ષને ધ્યાનમાં રાખીને શેર ખરીદી શકે છે. જુદા જુદા બ્રોકરેજિસે શેરોનો અભ્યાસ કરીને 2023માં ખરીદવા જેવા કેટલાક શેરોની યાદી આપી છે. આ સ્ટોક્સમાં તમે 50થી 70 ટકા સુધી રિટર્ન મેળવી શકો છે. આ લિસ્ટમાં આઈટી, ડેરી, ફાઈનાન્શિયલ સર્વિસિસ, ઈલેક્ટ્રિકલ એપ્લાયન્સિસ વગેરે બનાવતી કંપનીઓ સામેલ છે. 1. L AND T : આ લિસ્ટમાં લાર્સન એન્ડ ટુબ્રો માઈન્ડટ્રી (LTIMindtree)નો શેર સામેલ છે જેના માટે 4920 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યો છે. આ સ્ટોક હાલના સ્તરેથી લગભગ 12 ટકા વધી શકે છે. 2. PARAG MILK FOODS : આ ઉપરાંત પરાગ મિલ્ક ફૂડ ફૂડ્સ (Parag Milk Foods)નો શેર ખરીદવા માટે પણ સલાહ આપવામાં આવે છે. આ શેર અત્યારના સ્તરેથી 72 ટકા સુધી વધીને રૂ. 175 સુધી પહોંચી શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ડેરી અને એફએમસીજી સેક્ટરની તુલનામાં પરાગ મિલ્ક ફૂડ્સનો દેખાવ નબળો હતો, પરંતુ હવે તમામ ટેકનિકલ આંકડા દર્શાવે છે કે આ સ્ટોકમાં તેજી આવશે. પરાગ મિલ્ક ફૂડ્સ માટે સૌથી ખરાબ સમય વીતી ગયો છે. 3. ક્રોમ્પટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ (Crompton Greav...